ભારતીય કેલેન્ડર પ્રમાણે દર વર્ષે વરસાદના નક્ષત્રો પરથી ચોમાસુ કેવું રહેશે તેમનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. સાથે ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ પડે તેની માહિતી પણ મળતી હોય છે. આજે આપણે વરસાદના રોહિણી નક્ષત્ર વિશે માહિતી મેળવીશું.
આધિનિક ટેક્નોલોજીમાં સેટેલાઈટ અથવા તો અલગ અલગ મોડલ પરથી વાતાવરણ કેવુ રહેશે તેનુ અનુમાન લગાવતા હોય છે. પરંતુ નક્ષત્ર અને પવનની દિશા પરથી પણ વર્તારો કાઢવામાં આવે છે. હોળીની જાર, અખાત્રીજનો પવન પરથી ચોમાસું સારું રહેવાના સંકેત છે. ત્યારે નક્ષત્ર પરથી પણ વર્તારો કાઢવામાં આવતો હોય છે.
રોહિણી નક્ષત્રની પ્રાચીન કહેવતો ની વાત કરવામાં આવે તો રોહિણી નક્ષત્રના ચાર પાયા હોય છે જેમાં થી પહેલા પાયામાં જો કોઈ જગ્યાએ વરસાદ થાય તો બોતેરું કાઢે છે એટલે કે 72 દિવસ વાયરૂ ફૂંકાય છે.
આ પણ વાંચો: અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, આ તારીખે ગુજરાતમાં ઓફિશિયલ રીતે ચોમાસું એન્ટ્રી મારશે
પરંતુ ધ્યાનમાં રહે 72 દિવસ એટલે 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રી એમ બંને થઈને 2 દિવસ ગણાય છે એટલે આખા દિવસ ગણો તો 36 દિવસ જ ગણાય. અને જો બીજા પાયામાં વરસાદ થાય તો #વાયરના દિવસોમાં એ પ્રમાણે ઘટાડો થાય આવી પણ માન્યતા છે
પરંતુ રોહિણી નક્ષત્ર ઉતરતા જો વરસાદ થાય તો ચોમાસુ તેના સમય મુજબ આગમન થાય છે અને ચોમાસા દરમિયાન સારો વરસાદ થાય તેવી માન્યતા રહેલી છે. અને અન્ય માન્યતા મુજબ રોહિણી નક્ષત્રના જો બધા પાયા દરમિયાન વરસાદ થાય તો પણ ચોમાસુ સારું રહે છે
બીજી માન્યતાઓની વાત કરવામાં આવે તો રોહિણી નક્ષત્રના શરૂઆતના 9 દિવસને નૌતપા કહેવામાં આવે છે આ 9 દિવસ દરમિયાન સૂર્ય અને પૃથ્વી વચ્ચે અંતર ઓછું હોય છે જેના કારણે તાપમાન અને બફારો ખૂબ વધે છે.
અને કહેવત એ છે કે આ નૌતપા જેટલા તપે તેટલુ ચોમાસુ સારું રહે એટલે સારા ચોમાસા માટે નૌતપા તપવા જરૂરી છે. અને કહેવત અનુસાર રોહિણી નક્ષત્રના પ્રથમ બે પાયા સરખા તપે નહિ અને પવનનું પ્રમાણ વધુ હોય પરંતુ પાછળના બે પાયા જો ખૂબ તપી જાય તો ચોમાસા દરમિયાન વાંધો આવતો નથી.
અને રોહિણી નક્ષત્ર દરમિયાન વરસાદ કુંડાળામાં પડતો હોય છે એટલે કે વરસાદનો વિસ્તાર રાઉન્ડ આકારમાં હોય છે અને તેની ત્રિજ્યા 5 થી 15 કિલોમીટર સુધીની હોય છે.
અને રોહિણી નક્ષત્રમાં વરસાદ જ્યાં કુંડાળા કરે ત્યાં ખેડૂતમિત્રો લાપસીના આંધણ મુક્ત હોય છે કેમ કે રોહિણીમાં જ્યાં વરસાદ વરસે ત્યાં આખા વર્ષ દરમિયાન સારો વરસાદ પડે તેવી માન્યતા રહેલી છે.
અને રોહિણી નક્ષત્રમાં વરસાદ મૉટે ભાગે મીની વાવાઝોડા અને તીવ્ર કડાકા ભડાકા અને કરા સાથેજોવા મળતો હોય છે. મિત્રો ગયો નક્ષત્ર કૃતિકા હતો તેમાં ઘણા વિસ્તારમાં મવઠુ થયું હતું એટલે તે નક્ષત્ર એ સારા ચોમાસાના પહેલા સંકેત આપી દીધા હતા હવે રોહિણી નક્ષત્રના સંકેટનું અવલોકન થશે.
આ પણ વાંચો: 1 જૂનથી બદલાશે આ ખાસ નિયમો! સામાન્ય માણસ પર પડશે સીધી અસર, જાણો તરત
એક રસપ્રદ વાત. ચાતક પક્ષી વરસાદની આતુરતાથી રાહ જુએ છે. એનું કારણ એ છે કે ચાતક, જેને અંગ્રેજીમાં જેકોબિન કૂકૂ (કોયલ) કહે છે, એ એક એવું પક્ષી છે, જે માત્ર અને માત્ર વરસાદનું પાણી પીવે છે. એ વરસાદનું પહેલું ટીપું પીવે છે ને જ્યારે જ્યારે વરસાદ પડે એટલે એનું પાણી આકાશમાંથી ઝીલીને જ પીવે છે. ચાતક પક્ષીને સ્વચ્છ પાણીના તળાવમાં મૂકવામાં આવે તોપણ એ તેની ચાંચ બંધ કરી દેશે અને પાણી પીશે નહીં. આ એકમાત્ર એવું પક્ષી છે, જે આખું વર્ષ તરસ્યું રહી શકે છે, એટલે જ કહેવાય છે કે - વરસાદની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે.
મિત્રો નક્ષત્ર આધારિત કહેવતો અને માન્યતાઓ પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત હોય છે. તેને વજ્ઞાનિક રીતે માન્યતા મળતી નથી તે ધ્યાનમાં લેવી તથા મિત્રો આ નક્ષત્રની લઈને તમારા વિસ્તારમાં શુ માન્યતા કહેવતો છે.